Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૯૩
બ્રાહ્મણો
જવુંએવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દ્રઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. (પૃ. ૬૮૫). દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. (પૃ. ૭૨૫) 1 વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની
ખામી, આળસ અને વિષયાદિની આસકિત છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. (પૃ. ૭૦)
શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. (પૃ. ૧૪૨) T સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન
કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોકિત શી? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ તો ! (પૃ. ૨૫) D મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ
આચરે નહીં. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથે
ત્યાગ કરવો. (પૃ. ૧૮૬) D પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી
નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને
મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. (પૃ. ૭૧૫) T સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ 1. કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ
શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. (પૃ. ૭૮૫) બ્રાહ્મણો T બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધ કર્યો છે, જે હજુ સુધી કાયમ છે.
બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ઘર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધ સખત શબ્દો વાપરી વિકાર્યા છે, તે યથાર્થ છે. બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. (પૃ. ૭૮૦)