________________
ભવ્ય - અભવ્ય (ચાલુ)
૪૦૨
કહ્યો છે. જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે.
આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. (પૃ. ૫૯૫)
જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા ૫૨માણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે છે. (પૃ. ૭૭૬)
— વળી કોઈ ‘શ્રી ઠાણાંગસૂત્ર'ની ચોભંગી (પત્રાંક ૫૪૨) ગ્રહણ કરીને એમ કહે કે ‘અભવ્યના તાર્યા પણ તરે', તો તે વચન પણ વદતોવ્યાઘાત જેવું છે; એક તો મૂળમાં ‘ઠાણાંગ'માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તેના વિશેષાર્થમાં ટીકાકારે કોઇ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કોઇ એક ટબામાં કોઇએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે.
કદાપિ એમ કોઇ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઇ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જો અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તો અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્ગુરુથી તરાશે એમાં કશો સંદેહ નથી. (પૃ. ૫૨૯)
આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. (પૃ. ૬૮૭)
ભાવ
આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે, અથવા ‘સ્વભાવ' છે. (પૃ. ૭૫૯)
જે ભાવ છે તે છે, જે નથી તે નથી.
બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. (પૃ. ૮૧૧)
ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય ? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઇ વસ્તુ ભલી લાગત તેમ હતું ? ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? (પૃ. ૨૫)
D ‘ઠાણાંગસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. (પૃ. ૭૪૫) D ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. (પૃ. ૬૨૧)
— ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. (પૃ. ૫૮૭)
— સંબંધિત શિર્ષકો : આત્મભાવ, ઉપશમભાવ, વિભાવ, સ્વભાવ
ભાવ, અન્ય
D અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઇ ગયો છે. દીર્ઘકાળ સુધી