Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૦૩
ભાવ, લૌકિક
સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. (પૃ. ૩૧૩)
ભાવ, પર
D ૫રભાવથી વિરક્ત થા. (પૃ. ૧૩)
– નિજપરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઇ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટયા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઇ પ્રતિબંધ થતો નથી.
પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઇ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાનીપુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય–પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઇ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે.
જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તોપણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગણ્યું છે; જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે,જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઇ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. (પૃ. ૪૨૧)
યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે. (પૃ. ૬૪૭)
ભાવ, પારિણામિક
D પારિણામિકભાવે હમેશાં જીવત્વપણું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. (પૃ. ૭૮૨)
સંબંધિત શિર્ષક : પરિણામ ભાવ, લૌકિક
7 આપણે વિષે કોઇ ગુણ પ્રકટયો હોય, અને તે માટે જો કોઇ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિકભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.
માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી ‘મેં આ કર્યું’, ‘મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું અભિમાન છે. ‘મેં કાંઇ કર્યું જ નથી' એવી સૃષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય.
લૌકિક અને અલૌકિક એવાં બે ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ.