________________
ભક્તિમાર્ગ (ચાલુ)
૩૯૮ પ્રથમ કઠણ છે; પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ
દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. (પૃ. ૪૫૪) - ૧ : - T સંબંધિત શિર્ષક : માર્ગ | ભગવતું, [ આ સમસ્ત વિશ્વ ભગવરૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે.
ત્રણે કાળમાં ભગવત્ ભગવત્ સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતાં છતાં નિબંધ જ છે. જેમ સર્પ કંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી, અને સ્વરૂપથી શ્રુત થતો નથી, તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું; અનંતકાળે લય થઈ તે ભગવરૂપ જ થશે. ચિત્ અને આનંદ એ બે ‘પદાર્થ જડને વિષે ભગવતે તિરોભાવે કર્યા છે. જીવને વિષે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સત-ચિત-આનંદ-રૂપ જ છે. સ્વરૂપલીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે. એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે ભિન્નભાવ અને ભેદભેદનો અવકાશ જ નથી; તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન હરિ)ને જ ભાસ્યું છે; અર્થાત્ તું તે જ છો. ‘તત્ત્વમસિ', આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે; અને તેથી જેમાં ચિત અને આનંદ એ બે અંશો તિરોભાવે કર્યા છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે; પણ તે આનંદસ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે, આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવરૂપ જ ભાસશે, એમ છે જ. એમ અમારો નિશ્ચય અનુભવ છે જ.
જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જઈ સત્-ચિત્—આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. ‘હું બ્રહ્માસ્મિ'. (અપૂર્ણ) (પૃ. ૨૩૭) D ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો
ભગવતને લોભ શા માટે હશે ? (પૃ. ૩૦૧). I ભગવત્ ભગવનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે, એવું જે ભદ્રજનોનું વચન તે
પણ વિચારતાં હિતકારી છે. (પૃ. ૪૨૪) ભગવાન 3 અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર.
(પૃ. ૬૨૫)