Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૯૯
ભય
.
''
2 “આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.” (શ્રીમદ્ ભાગવત) (પૃ. ૩૦૦) ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પિતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિકભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટયે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાસ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય
પ્રગટે તેને ભગવાન કહેવાય. (પૃ. ૭૨૨). I ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું
એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ! (પૃ. ૨૪૫) સંબંધિત શિર્ષકો : અહંત, ઈશ્વર, જિન, તીર્થંકર, દેવ, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ,
સપુરુષ, સિદ્ધ : | ભજના D ભજના = અંશે; હોય વા ન હોય. (પૃ. ૭૮૩) I આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે
કેવળજ્ઞાન” છે. (પૃ. ૪૯૮) , T સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને
તીવજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં. (પૃ. ૪૫૪) D પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. (પૃ. ૩૫૩). 1 જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ઘર્મની, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ
ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. (પૃ. ૩૩૨) જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. (પૃ. ૩૩૪).
જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. (પૃ. ૩૭૬) T સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર
જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. (પૃ. ૩૭૯) ભય પ્રમાદ એ જ ભય. અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. (પૃ. ૧૧)
એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. (પૃ. ૩૬૩) D કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય
વિચારવાનને ઘટે છે. (પૃ. ૪૩૫).