Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૮૫-૬).
- ૩૮૭
બુદ્ધિબળ || પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્થાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે
વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહાર-પરમાર્થસ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ
આત્મપ્રત્યયી નથી સંભવતું. T બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે.
જેણે વેદનપણે આત્મા જામ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. (પૃ. ૩૮૬) જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે “સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે “સમયસાર' ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે “બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. સમયસાર’ બનારસીદાસે કયો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે, એમ લાગે છે; જો કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે “બીજજ્ઞાન'માં કારણ ગણો છો તેથી કંઇક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. “મૂળ સમયસાર'માં એટલી બધી સ્પષ્ટ વાર્તા “બીજજ્ઞાન' વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઇ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. (પૃ. ૪૧૬) સંબંધિત શિર્ષક : જ્ઞાન
બુદ્ધિબળ
જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. (પૃ. ૭૩) અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે. વિભાવભાવથી થયેલો જે પુદગલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલનો