________________
૩૮૯
બોધબીજ
I અંત:કરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી.
(પૃ. ૭૦૯) I જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પરુષનો બોધ લાગે છે. જીવે અજ્ઞાન
રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. ઘણા જીવો સપુરુષનો બોધ સાંભળે છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. (પૃ. ૭૧૩). T બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત - નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના
છે. (પૃ. ૧૯૪) ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ પુરુષોનો મહાન બોધ છે. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. (પૃ. ૧૮૧).
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઇએ. (પૃ. ૬૪) આઠ ટોટક છેદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે. અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યો તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે
નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અપેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષનો હેતુ છે. (પૃ. ૪૩૪) || જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું
મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલો કાગળ (પત્રાંક ૭૬૭) અત્રથી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્ત્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. (પૃ. ૬૦૨) વારંવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં સત્યરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. (પૃ. ૬૮૭) વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઇ, તે બોધ આ જગતમાં કોઇ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. (પૃ. ૪00).
સંબંધિત શિર્ષકો : ઉપદેશબોધ, જ્ઞાનીનો બોધ, યથાર્થબોધ, સુલભબોધિ બોધબીજ | 0 દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોઘબીજ તે પ્રાય નિશ્રયસમ્યકત્વ હોય છે. (પૃ. ૩૧૭)