Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૬૫
પુરુષાર્થ
અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે, યાવતજીવનકાળ સ્ત્રીનું ચિતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય. અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્રસંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઇએ. કેવા કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. (પૃ. ૧૯૦-૧)
‘પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. (પૃ. ૧૯૧) પુરુષાર્થ
અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, ૪. મોક્ષ, એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. (પૃ. ૨૦૯) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે.
(પૃ. ૭૬s). | તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું
છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે, માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ
થશે. ઉપાદાનકારણ – પુરુષાર્થ શ્રેષ્ઠ છે. (પૃ. ૭૦૩) : 'ઘર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ
છે. પુરુષાર્થ પહેલો કરવો. (પૃ. ૭૦૮) T કોઇ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો
એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. (પૃ. ૩૩૧) D જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને
તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકારઅર્થે કહે છે. તે શ્રવણ કરી આમોમાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. (પૃ. ૭૧૧) 0 રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્દભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મના યોગથી છે; વર્તમાનકાળમાં
આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. (પૃ. ૪૬૭)