________________
૩૬૩
પુદ્ગલ (પરમાણ) (ચાલુ) || D સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલ દ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયો ઘણા
છે. (પૃ. ૫૯૩) D સોનું ઉપચારિક દ્રવ્ય છે એવી જિનનો અભિપ્રાય છે. અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે.
ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેના. જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ બરણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના રવરૂપમાં જ રહ્યાં છે. કોઈ પણ પરમાણું પોતાનું સ્વરૂપ તજી દઇ બીજા પરમાણપણે વેઇ પણ રીતે પરિણમવા યોગ્ય નથી; માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના રામવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું છે. એવું નથી, કે જેમાં લેઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તર્યું હોય. કરોડો કરે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તોપણ સૌ સૌ પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે; પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, બળ, ભાવ ત્યજતાં નથી; કેમકે તેવું બનવાનો લેઇ પણ રીતે અનુભવ થઈ શક્તો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી. (પૃ. ૪૨૦-૧) પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે :- પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાતુ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમ જ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી
ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૫૫) T સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે; પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ
છે, તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેની નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે
છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં . મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત
પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઇ શકાય. પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને થોડા આકાશને વિષે અનંતા
પરમાણુ સમાઇ રહી શકે છે. (પૃ. ૭૪૬) E પુદ્ગલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તોપણ માનવામાં આવતું નથી. એ આશ્ચર્યકારક વાત છે. (પૃ. ૭૬૦-૧) જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ,