Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૮૩
બંધ (ચાલુ) || બંધ કહ્યો. (પૃ. ૭૮૪) 1. શ્રી જિન તીર્થકર જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર
થતો નથી. આત્માના અંતર્યાપાર (શુભાશુભ પરિણામઘારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. (પૃ. ૪૫૦) જે આત્માનો અંતવ્યપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે; માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, પ્લાનતા, કંપ, સ્વેદ, મૂછ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને, બોધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. (પૃ. ૪૫૦) (૧) શુભ બંધ મોળો હોય અને તેને કોઈ અશુભ કર્મનો ભોગ બને તો શુભ બંધ મૂળ મોળો હોય તેના કરતાં વધારે મોળો થાય છે. (૨) શુભ બંધ મોળો હોય અને તેમાં કોઈ શુભ કર્મયોગનું મળવું થાય તો મૂળ કરતાં વધારે દૃઢ થાય છે અથવા નિકાચિત થાય છે. (૩) કોઈ અશુભ બંધ મોળો હોય અને તેને કોઈ એક શુભ કર્મનો ભોગ બને તો મૂળ કરતાં અશુભ બંધ ઓછો મોળો થાય છે. * (૪) અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. (૫) અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. (૬) શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બન્નેનાં ફળ તો થવાં જ
જોઇએ, નિષ્ફળ ન થઇ શકે. (પૃ. ૬૦૧) D દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય
સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડયા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુઃખ થાય છે
કડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મઉદય સહેજે જ વિપાક આપી નિજર છે અને નવો બંધ થતો નથી. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદારહણ જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તોપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.
(પૃ. ૭૭૩) [ આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંઘથી પ્રાપ્ત થાય છે. બંઘ વિના તે
ગતિ પ્રાપ્ત થતી નથી.