Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
બંધ (ચાલુ)
૩૮૪ સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યકત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ”
છે. (પૃ. ૭૩૭). T બંધ ક્યાં સુધી થાય ? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી.
અનાદિકાળથી જીવ બંધાયો છે. નિરાવરણ થયા પછી બંધાતો નથી.
આ જગતમાં બંધ ને મોક્ષ ન હોત તો શ્રુતિનો ઉપદેશ કોને અર્થે ? (પૃ. ૭૧૪) D કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. (પૃ. ૧૧)
જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને
ભયંકર કેમ ન થાય? (પૃ. ૬૫૪). D સંબંધિત શિર્ષકો અબંધ, કર્મબંધ, પ્રતિબંધ, પ્રદેશબંધ બંધન | જીવને બે મોટાં બંધન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે
જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઇએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છેદે જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે,
તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. (પૃ. ૨૪૧). T સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે
આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે. (પૃ. ૨૫૬). (૧) બાંધનાર, (૨) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્ટે કહ્યું છે. (પૃ. ૭૬૯) બાદર 0 લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષે રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાસ્ય છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઇ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી
બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. (પૃ. ૭૫૩) D અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર
અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. (પૃ. ૭૪૧). પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ