________________
૩૮૧
પ્રારબ્ધ (ચાલુ) |
જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઇએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે; કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવેધું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્રયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે; તથાપિ જે દુ:ખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે
તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. (પૃ. ૪૪૧). D જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે, જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય, એમ મોટા પુરુષોએ કહ્યું છે,
તે સત્ય છે. (પૃ. ૪૪૮) D જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં
હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૩૮૭) શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે કંઈ પણ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે (શ્રી સૌભાગ્યભાઈએ) ઘણું કરીને શમાવ્યો છે, તોપણ નિશ્વયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. (પૃ. ૬૦૫)