________________
|| પ્રશ્નો (ચાલુ)
૩૮૦ સમ્યફષ્ટિપણું તથારૂપે કહેવાય ?' “ક્યા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?' “અને કઈ દશા થવાથી કેવળજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય?' એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો.
સવિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. (પૃ. ૧૬-૭) 1 હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે?) તો જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉગાડી શકે. છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછયું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી
જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે. (પૃ. ૨૭૦) પ્રારબ્ધ
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહો કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો.
સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. (પૃ. ૪૭૦). 0 પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી દવા ઘટે છે.
(પૃ. ૩૫૮) T જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે;
જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સર્વાશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. (પૃ. ૪૭૬) જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્રય થયે, અને તેના માર્ગને આરાધ્ય જીવન દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઇ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છેતો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્રર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ શનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કોઇ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે, ઉપશમી, ક્ષય થઇ,