________________
| પ્રમાદ (ચાલુ)
3७८ T કોઇ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. (પૃ. ૩૬૩) T જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ
મુખ્યત્વે આ બે આસનો છે. (પૃ. ૭૭૦) D પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઇએ. (પૃ. ૭૦૮) | પ્રમાદનો સમાવેશ મુખ્ય કરીને ચારિત્રમોહમાં થઈ શકે. (પૃ. ૭૮૪) પ્રમોદ
પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. (પૃ. ૧૮૩) D પ્રમોદ = અંશમાત્ર પણ કોઇનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા. (પૃ. ૧૮૮) D પ્રમોદ = ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. (પૃ. ૨૦૧) પ્રયત્ન | જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. (પૃ. ૨૫૬)
જે ઇશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૩૮૭) દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓનાં પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને
આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. (પૃ. ૩૬) D પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. (પૃ. ૬૪૧) પ્રવૃત્તિ D સહજ પ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ
જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. (પૃ. ૪૭૬). | ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડયે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે
કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. (પૃ. ૩૭૨) જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સત્પરુષનાં ચરિત્રો અને માગનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પરુષનો સમાગમ ગણવો. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષુભાઇઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં; એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણાને આરાધવાં (પૃ. ૩૭૩) દૃઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અવૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ