________________
૩૬૭
પુરુષાર્થ (ચાલુ) | D જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઇએ. કર્મબંધ પડયા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા
પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. (પૃ. ૪૭૭) 2 અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો. અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઇએ નહીં, કારણ કે
પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! (પૃ. ૯૭) T કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી જાય. | ઉપકાર થાય તે જ લક્ષ રાખવો. (પૃ. ૭૦૮). તમે (જીવ) માન્યો છે તેવો આત્માનો મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્મ કાંઈ સાવ આવરી નાંખ્યો
નથી. આત્માના પુરુષાર્થધર્મનો માર્ગ સાવ ખુલ્લો છે. (પૃ. ૯૦). || પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન
કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. (પૃ. ૭૦૯). | એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ
લખવા પરિશ્રમ લેતા રહેશો. (પૃ. ૧૭૭). D જીવને ભુલવણીનાં સ્થાનક ઘણાં છે; માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મુંઝાવું નહીં; મંદતા ન કરવી.
પુરુષાર્થધર્મ વર્ધમાન કરવો. (પૃ. ૬૮૫) 1 અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરવો. ગચ્છાદિના કદાગ્રહો મૂકી
દેવા જોઇએ. (પૃ. ૭૨૨). D જીવને એવો ભાવ રહે છે કે સમ્યકત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા
વિના પ્રાપ્ત થતું નથી. (પૃ. ૭૪૦) 0 દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઇના શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે,
માટે પુરુષાર્થની જરૂર છે. (પૃ. ૭૫૩-૪). 1 પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે.
(પૃ. ૭૧૦). 1 અજ્ઞાનીઓ આજ “કેવળજ્ઞાન નથી', “મોક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં. અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. કોઇ હીનપુરુષાર્થી વાતો કરે કે ઉપાદાનકારણ - પુરુષાર્થનું શું કામ છે? પૂર્વે અસોચ્ચાકેવળી થયા છે. તો તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું. (પૃ. ૭૦૩)