Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૭૫
પ્રમાણ
જતું અટકે છે; એથી તે વિમળ થાય છે. પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે, તે આ ઉપરથી તમે સમજ્યા હશો. વિશેષ
સદ્ગુરુમુખથી અને શાસ્ત્રવલોકનથી સમજવા હું બોઘ કરું છું. (પૃ. ૮૦-૧) 1 જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે (ભગવતીસૂત્રના પાઠ શતક ૭, ઉદ્દેશક બીજો)
પ્રત્યાખ્યાનને દુ:પ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઇ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુ:પ્રત્યાખ્યાન કહ્યા; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થંકરદેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તો પછી
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઇએ છે. (પૃ. ૨૨૩). || આત્માને જે મોક્ષનાં હેતુ છે તે “સુપચ્ચખાણ'. આત્માને સંસારનાં હેતુ છે તે “દુપચ્ચખાણ'.
(પૃ. ૯૦) D જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી
જાય છે. (પૃ. ૭૩૨). D સપુરુષોનાં વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રત
પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. (પૃ. ૭૩૩) પ્રદેશબંધ | || પ્રદેશબંધ શબ્દનો અર્થ શાસ્ત્રપરિભાષાએ :- પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક
પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઈ શકે, તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે; અર્થાતુ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘનપણું સમજવું. કંઈ પણ નહીં મુંઝાતાં આશ્ચંત કર્મગ્રંથ વાંચવો, વિચારવો. (પૃ. ૬૦૨) T કર્મબંધના ચાર પ્રકાર છે - પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુગલનો જમાવ અર્થાત જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. (પૃ. ૭૪૩) T સંબંધિત શિર્ષક : બંધ
પ્રમાણ
કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩, પરંપરા પ્રમાણ. ૪. અનુભવપ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ.