________________
પ્રત્યક્ષ (ચાલુ)
3७४ છે, અર્થાત્ મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને (શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ) વિચારીને સવિસ્તર લખશોજી. (પૃ. ૪૨૩) પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઇ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. (પૃ. ૩૮૨) પ્રત્યક્ષ સત્પરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિની ધારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે
સર્વથા નાશ કરી દે છે. (પૃ. ૩૯૮). પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) ,
“પચ્ચખાણ” નામનો શબ્દ વારંવાર સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ “પ્રત્યાખ્યાન” છે; અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તોપણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્ત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંઘન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઇએ; પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમન કર્યો હોય તો તે ફળ ન આપે; કારણ આપણી ઇચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે; તે કર્મબંધનનું કારણ છે; અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દૃષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્યભાગ આપણાથી જોઈ શકાતો નથી; માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડો કોટ થઇ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે; તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે; જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, પ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે; તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે; અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં