Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પુરુષાર્થ (ચાલુ)
૩૬૮
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. (પૃ. ૬૭૦)
ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. (પૃ. ૩૧૮)
જે જ્ઞાનીપુરુષની દશા સંસા૨પરિક્ષીણ થઇ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય. (પૃ. ૪૪૮) પુસ્તકો
I પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. (પૃ. ૨૧૯)
D ‘સુંદરવિલાસ’ વગેરે વાંચવાનો અભ્યાસ રાખવો. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું; દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતવૃષ્ટિનાં પુસ્તકો છે. વૈરાગ્યવાળાં પુસ્તકો વાંચવાં, ‘મોહમુગર, મણિરત્નમાળા' વગેરે. (પૃ. ૭૨૫-૬)
છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશો.
સત્સંગાદિકની જેમાં માહાત્મ્યતા વર્ણવીં છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો. (પૃ. ૨૮૮)
માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોનો ભાવ રાખજો. (પૃ. ૩૩૫)
[] ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. (પૃ. ૭૧૪)
D તમને બધાને હમણાં જે કંઇ જૈનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું ? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. (પૃ. ૨૬૧-૨)
પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૬૪)