Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| પુગલ (પરમાણુ) (ચાલુ)
૩૬૨ પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકરૂંધ અનંતા. છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુકરન્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા. એવા ચતુ:અણુકરન્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચ અણુકર્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણું, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા. એવા અનંતા રહેંધ છે. તેમ જ અગિયાર પરમાણ, યાવત્ સો પરમાણ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત
પરમાણુ તથા અનંત પરમાણું મળેલા એવા અનંતા સ્કંધ છે. (પૃ. ૫૦૮-૯) D આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્વતારહિત છે, અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલ દ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. જીવને જે ઇન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે. (પૃ. ૫૯૨). U પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં
આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી
એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. (પૃ. ૭૫૬) I એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છે દિશા. (પૃ. ૭૭૭) પરમાણુ પુદ્ગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ
છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. (પૃ. ૮૦૦) T જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે.
જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. (પૃ. ૮૨૬-૭). જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુદ્ગલ છે. (પૃ. ૮૧૮) વ્યવહારનયથી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવત્....વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. (પૃ. ૪૮૪) | વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી
ભેદપણે કહેવાય છે. (પૃ. ૫૮૯)