________________
પંચાસ્તિકાય (ચાલુ)
૩૫૮
સંબંધિત શિર્ષકો : અજીવ, અધર્માસ્તિકાય, અસ્તિકાય, જીવ, ધર્માસ્તિકાય, લોકાકાશ
પંડિત
પ્ર૦ જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે.
ઉ તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન ‘અજ્ઞાન' કહેવા યોગ્ય છે. અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. (પૃ. ૬૪૭)
પાંચસો હજાર શ્લોક મુખપાઠે ક૨વાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. (પૃ. ૬૬૨)
પાપ
પરનિંદા એ જ સબળ પાપ માનવું. (પૃ. ૧૪)
ચૌદ રાજલોકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જોવાં. ચૌદ રાજલોકની ખબર નથી એમ કદાચ કહો, તોપણ જેટલું ધાર્યું તેટલું તો નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તો તેટલું તેને પાપ છે. (પૃ. ૭૧૪)
ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. (પૃ. ૭૨૭)
જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. (પૃ. ૭૦૭)
પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. (પૃ. ૧૫૭)
D ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે.
ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુઃખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ ‘પાપ-આસ્રવ’ કરે છે.
ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત્ત અને રૌદ્ર-ધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ‘ભાવ પાપ-આસવ' છે.
ઇન્દ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસ્ત્રવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું. (પૃ. ૫૯૪)
D મુહપત્તી બાંધીને જૂઠું બોલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તો પાપ લાગે; મુહપત્તીની જયણાથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખવો. (પૃ. ૬૯૮)
માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડયું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા