________________
૩૫૯
પાપપુણય
કરતાં કાંઈક ઓછું પાપ લાગે. (પૃ. ૭૦૧) T સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દૃષ્ટિએ તો હિંસા કરતાં અસત્યાદિનું
પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. કોઇએક હિંસા કરતાં કોઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંતગુણ વિશેષ પર્યત થાય છે, તેમજ કોઈએક અસત્યાદિ કરતાં કોઈએક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંતગુણ વિશેષ પર્યંત થાય છે. (પૃ. ૬૦૧) જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મોકળાં રાખે તો તેવાની વૃત્તિ ક્યારે સંકોચાય? વૃત્તિ રોકે તેને પાપ નહીં. કેટલાક જીવો એવા છે કે વૃત્તિ ન રોકાય એવાં કારણો ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં. (પૃ. ૭૧૪) T સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યફ પ્રકારે સર્વ જીવને જુએ, આગ્નવ નિરોધથી આત્માને દમે; તો પાપકર્મ ન બાંધે. (પૃ. ૧૮૫) એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. કોઇ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ
જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણે આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. (પૃ. ૭૪૭-૮) T સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે,
અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. (પૃ. ૭૪૯) પાપપ
પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઇ પરિણમે છે.