Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩પ૭
પંચાસ્તિકાય (ચાલુ) | પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. - એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જોકે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી
માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઇ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણે તે પામી શકે છે; જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. “ધર્મ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ. “અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય” અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય' છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયને એકમેકાત્મકપણાથી આ લોક'ની ઉત્પત્તિ છે, અર્થાત્ “લોક' એ પાંચ અસ્તિકાયમય છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશ પ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા. એવા દ્વિઅણુકન્કંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુકરકંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ:અણુકન્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચ અણુકન્કંધ અનંતા છે. એમઇ પરમાણ, સાતે પરમાણું, આઠ પરમાણું, નવ પરમાણુ, દશા પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા રહેંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સો પરમાણુ, સંખ્યાત પરમાણુ, અરખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે. “ધર્મદ્રવ્ય એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. અધર્મદ્રવ્ય એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. આકાશદ્ર' એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, લોકાલોકવ્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે. કાળદ્રવ્ય' એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્વત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે વ્યાવહારિક કાળ' છે, એમ ટ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલો છે; જે અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાન છે. તે કાલાણઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણઓ ‘દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ “અસ્તિકાય' કહેવા યોગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી; જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય' અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકામાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. ‘આકાશ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે “લોક' કહેવાય છે. (પૃ. ૫૦૮-૯) “પંચાસ્તિકાય' ગ્રંથ લક્ષ દઈ વિચારશો. (પૃ. ૧૭)