Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરિણામ (ચાલુ) (પૃ. ૭૧૨)
જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. (પૃ. ૭૧૩)
૩૪૮
ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તો શું કામ આવે ? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની ? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેનો કેડો મૂકવો નહીં; કાય૨ થવું નહીં; કાયર થાય તો આત્મા ઊંચો આવે નહીં. (પૃ. ૭૨૫)
જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે સત્પુરુષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઇને જીવનું પાણી ભભકતું નથી. (પૃ. ૭૨૬)
— સંબંધિત શિર્ષકો : અંતર્પરિણામ, આત્મર્પરિણામ, ભાવ-પારિણામિક
•
પરિણામ, નિર્બંસ
D નિર્ધ્વસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવાં પરિણામ. (પૃ. ૬૮૪)
જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ ‘અનંતાનુબંધી’ સંભવે છે. (પૃ. ૪૭૭) પરિભ્રમણ
અંતર્નાનથી સ્મરણ કરતાં એવો કોઇ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ – વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઇતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઇ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઇ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઇ કાળે પણ નહીં જોઉં; જેને કોઇ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઇ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું કૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ