Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરિભ્રમણ (ચાલુ)
૩૫૦ (પૃ. ૫૮૮) T મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. (પૃ. ૫૯૦)
ચૌદ રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ને ઓળખ્યો; માટે રખડયો ! (પૃ. ૭૧૩) T સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ
સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. (પૃ. ૭૫૮) D જગતની ભાંજગડ કરતાં કરતાં જીવ અનાદિકાળથી રખડયો છે. (પૃ. ૭૩૪)
ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટયો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ.
કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. (પૃ. ૮૯) T સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે
પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ વર્યા કરે તો હજુ પણ એમ ને એમ
અનંતકાળ પરિભ્રમણ થાય. (પૃ.૪૧૨) 1 તેની (મોહનીયની) સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. સંસારના
મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું
મોહનીયકર્મનું બળવાનપણું છે. (પૃ. ૬૭૬). U જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર
વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગદ્ગષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે. (પૃ. ૩૪૩). બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો
પરિભ્રમણદશા ટળે છે. (પૃ. ૪૩૬) 1 જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ
શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય
કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. (પૃ. ૪૮૭, ૪૮૮) T અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો
યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. (પૃ. ૨૨૫) | પરિષહ | T જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમ જ એક