Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૫૧
પર્યાય બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી (શ્રી કિસનદાસાદિ જિજ્ઞાસુઓની) ભૂમિકા છે; અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું – થવું – તેને “દર્શનપરિષહ કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે “દર્શનપરિષહ'માં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા
યોગ્ય છે; એમ ઉપદેશ છે. “દર્શનપરિષહમાં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ. (પૃ. ૩૧૭) | મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું
સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય. તોપણ ધીરજ રાખવી: સત્સંગ. સપુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્પરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ કહ્યો છે. અત્રે અમે સંક્ષેપમાં તે બેય પરિષદનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષદનું સ્વરૂપ જાણી સત્સંગ, સપુરુષના યોગે, જે અજ્ઞાનથી મુંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. (પૃ. ૪૩૫) D પ્રત્યેક પરિષહ સહન કરું. (પૃ. ૧૪૧) 1 સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ
પરિષહો આવવાનો સ્વભાવ છે. પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. (પૃ. ૨૮૩)
પરીક્ષા
D મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. (પૃ. ૧૫૫) પર્યાય D ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે
પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. (પૃ. ૪૫૭) પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા