Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૪૯
- પરિભ્રમણ (ચાલુ) | કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દૃઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેનું સ્થાન ક્યાં છે કે જ્યાં જઇને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.
એ કંઈ ખોટું છે?” શું? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. (પૃ. ૨૨૧-૨) જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણો છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો 'ઉપદેશ કરવો, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃયમાં તે માટે ચળવિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. પોતે શંકામાં ગળકાં ખાતો હોય, એવો જીવ નિઃશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના (દીપચંદજીના) સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તોપણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાÁ ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડયા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે. (પૃ. ૨પ૨). જગતમાં નીરાગીત્વ, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. (પૃ. ૧૭૭). નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ
રખડયો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. (પૃ. ૧૮૧) T ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.