Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૫૩
પર્યુષણ | આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ. (પૃ. ૪૩૯-૪૦) પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે – પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમ જ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૫૫). દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. (પૃ. ૭૬૪). પર્યાયાલોચન = એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. (પૃ. ૭૭૬) પર્યાય :- અશાશ્વત.
અનાદિ નિત્ય પર્યાય :- મેરુ આદિ. (પૃ. ૮૨૬) પર્યુષણ 0 શ્રી પર્યુષણ આરાધના (એકાંત યોગ્ય સ્થળમાં)
પ્રભાતે ઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (૨) શ્રત ‘પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ. મધ્યા : (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (૨) શ્રુત “કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, “સુવ્રુષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. સાયંકાળે : (૧) ક્ષમાપનાનો પાઠ. (૨) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનમ સુધી. (પૃ. ૫૫) હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. (પૃ. ૭૦૭) [ આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બીજાં આરંભાશે.
સમ્યકદ્રષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડો ધર્મ સંપાદન કરી શકાશે. (પૃ. ૨૨૦)