________________
૩૪૫
પરિચય
D સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂર્છા હોતી નથી. (પૃ. ૬૮૧)
I એકેન્દ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂર્છારૂપ ‘પરિગ્રહ-સંજ્ઞા’ છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઇક વિશેષ વ્યક્ત છે. (પૃ. ૫૯૭)
આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. (પૃ. ૧૧)
પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. (પૃ. ૧૫૭)
અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય. (પૃ. ૭૨૭)
પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશઘ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઇને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. (પૃ. ૭૬)
D દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે કાંઇ પણ કરવું નહીં. (પૃ. ૭૨૫)
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કા૨ણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઇ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઇ પડે.
કેવળ પરિગ્રહ તો મુનિશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે.
કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મસંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઇક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઇ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઇ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. (પૃ. ૭૬)
D જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે સત્પુરુષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઇને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પુરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહીના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. (પૃ. ૭૨૬)
E સંબંધિત શિર્ષક : આરંભપરિગ્રહ
પરિચય
D ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઇએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. (પૃ. ૪૬૨)