Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૪૧
પરમાર્થમા સંબંધિત શિર્ષકઃ સમ્યકત્વ-પરમાર્થ પરમાર્થવૃષ્ટિ
જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદ્રષ્ટિ મટી સંસારાર્થ દૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે (શ્રી સૌભાગ્યભાઈ) પરમાર્થવ્રુષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદ્રષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો; પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદ્રષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે;
અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. (પૃ. ૪૪૪-૫). I પરમાર્થદ્રષ્ટિએ રાગદ્વેષ ઘટયા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટયા
હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે. (પૃ. ૬૯૪) D સંબંધિત શિર્ષક દૃષ્ટિ પરમાર્થમાર્ગ, T “આજે ક્ષાયિકસમક્તિ ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ (શ્રી ત્રિભોવનભાઈનું) લિખિત પત્ર પ્રાપ્ત થયું છે; જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષદ્રષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્રય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય; અને કોઈ આત્મસ્વરૂપ એવા પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તો તમ વગેરેનાં વાક્યનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું; અને કોઇ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે યોગ્ય ગણ્યું છે. (પૃ. ૩૪૨-૩) પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા