________________
૨૯૫
દ્રવ્ય (ચાલુ) દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. - સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય
હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. (પૃ. ૭૬૪). D અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય”. તેનાથી ગૈલોક્ય ઉત્પન્ન થાય
છે. તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે ‘દ્રવ્યસંજ્ઞા'ને પામે છે. એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે; પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી. સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદબદ્ધવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. પોતાના સદ્ભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે. દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયધ્રુવતાસહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ” સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઇને છે. પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે. દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેનો-દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી
“યાત અસ્તિ', “સ્માત નાસ્તિ', “ચાતું અસ્તિ નાસ્તિ', “સ્યા, અવક્તવ્ય', “સ્યાત અસ્તિ અવક્તવ્ય”, “સ્માત નાસ્તિ અવક્તવ્ય”, “સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય' એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. (પૃ. ૫૮૭) દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભકત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે. ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો એક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સરથાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય. સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. (પૃ. ૫૮૨) વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. (પૃ. ૮૧૮).
મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્ય – જીવ, અજીવ. (પૃ. ૮૨૬) D દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યક્તચય એવા બે ધર્મ છે. ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે,