________________
નવતત્ત્વ (ચાલુ)
૩૨૦
એથી ઉજ્વળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે. નવતત્ત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારો નવતત્ત્વમાંના અમક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે. કેવળી ભગવાને એ શ્રેણિઓથી સકળ જગતમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્ત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઇએ. એ નવતત્ત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસનુભવીઓ પણ મને સદૈવ પ્રિય છે. (પૃ. ૧૨૦)
સંબંધિત શિર્ષકો તત્ત્વ, જીવ, અજીવ, પાપપુણ્ય, આગ્નવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ નિગોદ T જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ
છે તેથી સમ્યકુમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઇ જીવ નિગોદમાં જઇ પડે છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. (પૃ. ૨૧) : T વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઇ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ
થયો. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વ જોયેલ છે. તે D તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું
હુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. (પૃ. ૬૯૬) * T નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના
ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીત:ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે; અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે.
જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું.
જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. (પૃ. ૭૪૫). 1 એક જીવે પરમાણુરૂપે રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ