Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૨૯
નિર્જરા 0 ગ્રંથિનાં બે ભેદ છે – એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઈ0); બીજી ભાવ, અભ્યત્તર - ગ્રંથિ (આઠ કર્મ ઇ0). સમ્યફપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે નિગ્રંથ'. (પૃ. ૭૬૮). T નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત' એવો શબ્દ તે નિગ્રંથનો તીર્થકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત' શબ્દનો અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન. પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થાએ દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.' (પૃ. ૩૭૧) D દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને
કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પૃ. ૫૬૬). T નિગ્રંથો ક્ષેત્રને ધે છેડે બાંધે? તે છેડાનો સંબંધ નથી. નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ
મુક્તિની સમ્યફ પ્રતીતિ કરાવે છે. (પૃ. ૬૫૦). D પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી; એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુ:ખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. (પૃ. ૭૮૯, ફૂટનોટ) નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડયો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. (પૃ. ૧૮૧) નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઇ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. (પૃ. ૧૯૩)
સંબંધિત શિર્ષકો : ગ્રંથિ, દીક્ષા, મુનિ, સંત, સાધુ નિર્જરા D શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ કહેવાય; અને શુદ્ધ અધ્યવસાયવાળું
પરિણમન તે કર્મ નથી પણ નિર્જરા” છે. (પૃ. ૭૪૪) 0 અહંકારરહિત, કદાઝહરહિત, લોકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા'. (પૃ. ૬૯૯) n જે ભાવ વડે, તપશ્રર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુલો રસ ભોગવાઇ જઈ ખરી પડે છે, તે
ભાવનિર્જરા”. તે પુદ્ગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે દ્રવ્યનિર્જરા”. (પૃ. ૫૮૪) D દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના
કહેવાય છે. (પૃ. ૫૫).