________________
૩૩૭
પદાર્થ
પદાર્થ
પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. (પૃ. ૭૫૪)
D દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. (પૃ. ૭૪૬)
આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે, વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણિએ ગમન નથી કરી શકતા. (પૃ. ૭૬૦)
એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઇ બીજી હોવી જોઇએ. ઘણું કરીને આ વાતને જ્ઞાનીપુરુષો જ જાણે છે. (પૃ. ૨૬૬)
ગુણ અને પર્યાયને લઇને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે ?
એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે.
દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાગોચર કહે છે. (પૃ. ૭૫૯)
પદાર્થને વિષે અચિંત્ય શક્તિ છે. (પૃ. ૭૪૬)
D. કોઇ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. (પૃ. ૪૪૪)
ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. (પૃ. ૪૫૭) બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. (પૃ. ૮૧૧) પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત ક૨વો એમ નિગ્રંથ કહે છે. (પૃ. ૭૮૯)
વાસ્તવિક તત્ત્વ પામવાની કંઇ જોગ્યતાની ઓછાઇને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે ‘સત્ની’ માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. (પૃ. ૨૮૯)
D જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. (પૃ. ૮૨૪)