Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૩૫
માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અદંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્યરુષના શરણ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. (પૃ. ૨૭૦). T બન્ને જણા (શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરભાઇ) વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્રય સાક્ષાત્ નિશ્રય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્રય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. (પૃ. ૩૦૯). જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસ્રવ છે; ચાલતાં,
જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે. (પૃ. ૪૪૦). T સમ્યફદર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. “નિશ્રય'થી
આત્મા એ ત્રણેય છે. (પૃ. ૫૮૪) નિશ્વયકાળ T સદ્ભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્રયકાળ કહ્યો છે. તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને
વર્તનાલક્ષણવાળો છે. (પૃ. ૫૮૮). T કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વભાવ છે.
નિશ્રયકાળથી “ક્ષણભંગુર કાળ” હોય છે. (પૃ. ૫૯૨) g સંબંધિત શિર્ષકો: કાળ, વ્યવહારમાળ નીતિ
નીતિના બાંધા પર પગ ન મૂક્યો. (પૃ. ૧૪)
નીતિ વિના સંસાર ભોગવું નહીં. (પૃ. ૧૪૭) D જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું
જોઇએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાસ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યો કાર્યે સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે.