Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
નિવૃત્તિ (ચાલુ)
૩૩૪. D જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું
કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યફ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. (પૃ. ૫૭) નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(પૃ. ૧૪) | નિવૃત્તિયોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. (પૃ. ૨૫)
હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. વીતરાગ પ્રવચન. (પૃ. ૬૨૭) T કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય ! સદા સવિનય
એવી પરમ નિવૃત્તિ, તે તમે (શ્રી અંબાલાલભાઈ) શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ સદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના પ્રહણકર્તા
થાય. (પૃ. ૬૫૪) D પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. (પૃ. ૬૫૪) પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે. જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઇએ. (પૃ. ૬૭૩) નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. (પૃ. ૭૧૮) અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઇ પડવું જોઇએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ
“સમ્યકત્વ'. (પૃ. ૭૫૪). D સંબંધિત શિર્ષકો પ્રવૃત્તિ, વૃત્તિ [નિશ્વય I અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા