________________
નિયમ (ચાલુ)
૩૨૮ D વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં. (પૃ. ૭૧૦) T સંબંધિત શિર્ષકો : નિત્યનિયમ, વ્રત | નિરાકુળતા | T નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે. કાયક્લેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત
સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યક્તા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાથ્યદશા અનુભવે છે; તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ? (પૃ. ૭૭૫)
સંબંધિત શિર્ષક આકુળતા નિરાવરણજ્ઞાન | T જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ
સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને “નિરાવરણ જ્ઞાન” કહેવા યોગ્ય છે. (પૃ. ૪૯૬) D સંબંધિત શિર્ષક: જ્ઞાન | નિરુપાયતા |
દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું ? ધર્મભક્તિયુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આભેચ્છા એથી કંપિત
છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. (પૃ. ૨૨૫) D જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યફ છે. (પૃ. ૩૧૪) D નિરૂપાયતાનો ઉપાય કાળ છે. (પૃ. ૩૨૦)
જે કંઈ બાંધેલાં કર્મ છે, તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે
વેદવું, એવો શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. (પૃ. ૩૬૬) |સંબંધિત શિર્ષક: ઉપાય નિગ્રંથ T નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ
થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. (પૃ. ૯૩) T સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે.
ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતર્ગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. (પૃ. ૭૨)