Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| ધર્મ, ખ્રિસ્તી (ચાલુ)
૩૦૨ ઉ. એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના.
ઇશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઇબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા. તે ઇશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મના હેતુ છે; તે જેને નથી. એવો. ઇશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં, યથાર્થ લાગતી નથી. ઇશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ લેઇ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામી છે. મુક્ત એવા ઇશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ. તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શએ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય.
નહીં લાગે. પ્ર0 જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઇસામાં ખરું પડ્યું છે. ઉ0 એમ હોય તોપણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઇસુને
ઇશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમકે જયોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જયાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં
નથી આવી શકતું. પ્ર) “ઇસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉ0 કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ
બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઇસને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહતુ સંભવે છે.
(પૃ. ૪૨૮-૯) | ધર્મધ્યાન D ભગવાને ચાર પ્રકારનાં ધ્યાને કહ્યાં છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય
છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, સપુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. ૧. નવિનય (આજ્ઞાવિચય), ૨. નવા વિનય (અપાયરિચય), ૩. વિવા-વિનય (વિપાકવિચય), ૪. સંડાવિનય (સંસ્થાનવિચય). ૧. આજ્ઞાવિચય – આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં
શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઇ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા