Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૦૩
ધર્મધ્યાન (ચાલુ) | કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃવા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય ? એવું જે ચિંતન કરવું તે
આજ્ઞાવિચય' નામે પ્રથમ ભેદ છે. ૨. અપાયરિચય – રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે
‘અપાયરિચય” નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩. વિપાકવિચય – હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું
છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ છે. ૪. સંસ્થાનવિચય – ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે
કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનકોટીએ તીરછો લોક છે. જ્યાં અસંખ્યાતા દીપ–સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થંકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમાણેમિ, કલાર્ણ મંગલ, દેવય, ચેઇય, પજુવાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરીએ. તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઇષત પ્રામ્ભારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને ““વંદામિ, વાવત પજ્વાસામિ.' તે ઊર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લોકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યક્ત્વરહિત કરણીથી અનંતી વાર જન્મમરણ કરી સ્પર્શી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે “સંસ્થાનવિચય” નામે ધર્મધ્યાનનો ચોથો ભેદ છે. એ ચાર ભેદ વિચારીને સમ્યકત્વસહિત શ્રત અને ચારિત્રધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મમરણ ટળે. એ ધર્મધ્યાનના ચાર ભેદ મરણમાં રાખવા. ઘર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું : ૧. આજ્ઞારુચિ – એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઊપજે તે. ૨. નિસર્ગરુચિ – આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાન કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની
રુચિ પામે તેને નિસર્ગચિ કહે છે. ૩. સૂત્રરુચિ – શ્રુતજ્ઞાન અને અનંત તત્ત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનોનું જેમાં
ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે
સૂત્રસચિ. ૪. ઉપદેશરુચિ – અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં
કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાજ્ય કર્મ તે સમ્યફભાવથી ખપાવીએ, સમ્યફભાવથી નવાં કર્મ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાસ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ. શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇન્દ્રિયના સ્વાદરૂપ આસ્ત્રવે કરી ઉપાસ્ય કર્મ તે સંવરે કરી ખપાવીએ.