Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ધ્યાન (ચાલુ)
૩૧૦ ચિધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય, અસંખ્યાત પ્રદેશાત્મક, પુરુષાકાર
ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. (પૃ. ૭૯૯) | જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.
માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય
છે. (પૃ. ૩૨૦). D સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે. (પૃ. ૬૭૭) D ગમે તે ક્રિયા, જપ તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઇની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સંખ્યત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.
(પૃ. ૩૦૬). | મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ
વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. (પૃ. ૧૯૮) | ગૃહવાસનો જેને ઉદય વર્તે છે, તે જો કંઇ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત
એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાબ કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર
ઉત્પન્ન થાય છે. (પૃ. ૩૪). | મોક્ષનાં સાધન જે સમ્યક્દર્શનાદિક છે તેમાં “બાન” ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ
કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર
પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.' (પૃ. ૨૧૦). |તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. (પૃ. ૮૨૮)
સર્વજ્ઞપદનું ધ્યાન કરો. (પૃ. ૮૧૭) 3 હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય
છે. (પૃ. ૮૧૮) V૦ વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય?
ઉ0 તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. (પૃ. ૬૪૮) CD સંબંધિત શિર્ષકો આર્તધ્યાન, ધર્મધ્યાન, રૌદ્રધ્યાન, શુક્લધ્યાન