________________
ધ્યાન (ચાલુ)
૩૦૮
૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. (પૃ. ૩૫૬-૭)
જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઇ શકાતું હોય તોપણ ચાલે, પણ સ્થિરતા જોઇએ, ચળવિચળ દેહ ન થતો હોય, તો આંખો વીંચી જઇ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લઇ જે રૂપે પાર્શ્વનાથાદિક અદ્વૈતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઇ થઇ ન શકતું હોય તો મારું ખભેરખણું (મેં જે રેશમી કોરે રાખ્યુ હતું) તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સોડ તાણી એકાગ્રતા ચિંતવવી. અર્હત્ સ્વરૂપનું ચિંતવન, બને તો કરવું. નહીં તો કંઇ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી. (પૃ. ૧૮૪) D ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન. (પૃ. ૫૬૩)
D દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનનો હેતુ એ જ છે. ઉપયોગ વર્તતો હોવો જોઇએ.
બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. ઉત્તમ લેશ્યા હોય તો ધ્યાન કહેવાય; અને આત્મા સમ્યક્ પરિણામ પામે. (પૃ. ૭૦૫)
પ્ર૦ જૈન પુદ્ગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ?
ઉ∞ તે યથાર્થ કહે છે. (પૃ. ૬૪૭)
આહારનો જય, આસનનો જય, નિદ્રાનો જય, વાયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન. જિનોપદિષ્ટ આત્મધ્યાન શી રીતે ? જ્ઞાન પ્રમાણ ધ્યાન થઇ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઇએ. (પૃ. ૮૧૦)
– ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાનીપુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઇ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દૃઢ કરીને લાગે છે. (પૃ. ૩૫૭)
D સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને, મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયનો, આહારનો, નિદ્રાનો જય કરીને નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તર્કાદ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. (પૃ. ૮૩૨-૩)