________________
૩૧૩.
નમસ્કાર (ચાલુ) | ત્રિકાળનમસ્કાર. (પૃ. ૫૦૬, ૫૦૭) 0 જેણે ત્રણે કાળને વિષે દહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે
ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. (પૃ. ૬૦૪) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સત્પરુષોને પ્રતિબંધ નથી તે પુરુષોને નમસ્કાર.
(પૃ. ૧૧) 0 સપુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર.
અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર.
તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. (પૃ. ૬૧૩) 0 પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને
નમસ્કાર, તે પદમાં નિરંતર લલરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર. (પૃ. ૨૧) D દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. (પૃ. ૪૯૩) 0 પરમપુરુષને નમસ્કાર. (પૃ. ૪૪૬) 0 સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. (પૃ. ૪૨૦) તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે બાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી
કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. (પૃ. ૩૪૯) 0 પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મુચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે.
(પૃ. ૩૬ ૨) વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. (પૃ. ૪૩૭) વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. (પૃ. ૪૪૬). 1 શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત
થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. (પૃ. ૮૧૮). 0 અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કાર. (પૃ. ૩૭)
તે અચિંત્યમૂર્તિ હરિને નમબર. (પૃ. ર૩૭) 0 અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વશે નિરૂપણ કરેલો “મોક્ષસિદ્ધાંત'
તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.