Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ઘર્માસ્તિકાય (ચાલુ)
૩૦૬ જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્બલવંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે ; તેથી ગમન અને સ્થાનનું કરણ આશ નથી એમ જાણો. જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં બરણ છે, પણ આકાશ નથી. ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક્ ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેક્તા છે.
આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. (પૃ. ૫૯૧-૨) ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. (પૃ. ૫૦૯). ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનાથી એ દ્રવ્ય પણ સક્રિય છે.
(પૃ. ૪૮૪). T આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ,
અને જીવને સચૈતન્ય કહીએ છીએ. (પૃ. ૧૯૩) T સંબંધિત શિર્ષક: પંચાસ્તિકાય | ધીરજ T સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી
ઉદયને વેદવો યોગ્ય છે. (પૃ. ૩૨૫) T વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. (પૃ. ૩૩૦). ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઇએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે; બાકી બીજાં પ્રયત્ન તો કર્તવ્ય નથી. (પૃ. ૩૩૧) તમારી (શ્રી સૌભાગ્યભાઇની) અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઇએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ યોગ્ય છે. અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી