Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ધર્મધ્યાન (ચાલુ)
૩૦૪
તપરૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસ્ત્રવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં.
ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું :
૧. વાંચના – એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઇએ તેનું નામ વાંચનાલંબન.
૨. પૃચ્છના – અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમજ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્વાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ.
૩. પરાવર્ત્તના – પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઇએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્ઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન.
૪. ધર્મકથા – વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઇને, ગ્રહીને, વિશેષે
-
કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભામધ્યે તે
ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં.
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું :
૧. એકત્વાનુપ્રેક્ષા, ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા.
એ ચારેનો બોધ બાર ભાવનાના પાઠમાં (શિક્ષાપાઠ ૨૧, પૃ. ૭૨) કહેવાઇ ગયો છે તે તમને સ્મરણમાં
હશે.
ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે.
જે જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યક્તા છે કે એમાંથી આપણે ક્યો ભેદ પામ્યા; અથવા ક્યા ભેદ ભણી ભાવના રાખી છે ? એ સોળ ભેદમાંનો ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે; પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઇએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઇ પડે.
સૂત્રસિદ્ધાંતનાં અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે; તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્ત્વો ભણી જો તેઓ લક્ષ પહોંચાડે તો કંઇક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળના પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વીતરાગપ્રણીત તત્ત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને સત્પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઇ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે.
.
શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મધ્યાનના