Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ધર્મ (ચાલુ)
૩OO તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. (પૃ. ૧૭૨) આપણો ધર્મ સાચો પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કંઈ ફળ આપે નહીં. “આપણો ધર્મ” એવી કલ્પના છે. આપણો ધર્મ શું ? મહાસાગર કોઇનો નથી; તેમ ધર્મ કોઈના બાપનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળો. તે કોઇના બાપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે, પણ શાશ્વત માર્ગ છે ત્યાં આપણો શું ? શાશ્વત માર્ગથી સહુ મોક્ષે ગયા છે. (પૃ. ૭૩૧). ઘર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
(પૃ. ૧૮૪). D V૦- ત્રિવિધ ધર્મ કયો?
ઉ0 - સમ્યકજ્ઞાનરૂપ, સમ્યફદર્શનરૂપ અને સમ્મચારિત્રરૂપ. (પૃ. ૧૩૦) સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. (પૃ. ૨૬૪) ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાદિશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનાં માન, મહત્ત્વ, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ, અને સ્વાર્થિક મનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહોભાગ્ય ! (પૃ. ૬૬૧)
ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. (પૃ. ૧૭૮) T જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચોકસી કરવી, આ સંતની સમજવા જેવી
વાત છે. (પૃ. ૨૫૪). T જેની પાસેથી ઘર્મ માગવી, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.
જેની પાસેથી ઘર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. (પૃ. ૩૮૨) T બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઇએ (ઘટે) તે
જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. (પૃ. ૭૧૫). મિથ્યાત્વ તે અંતગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ઘર્મનું સ્વરૂપ સમજાય નહીં. (પૃ. ૭૨).