Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૯૩
દોષ (ચાલુ) પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ
વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. (પૃ. ૪૭૩) T સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. (પુ. ૫૦૦) પોતાના આત્માને નિદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. (પૃ. ૭00). જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનને થાય, તો સહેજે આત્મા ઉજ્વલા થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત
નથી. તેવા વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. (પૃ. ૭૧૦). D જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાનીપુરુષો ઘણા જ અનુભવથી વાણી
દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, કંથાર્થ છે.' એમ સમજે તો સહેજે દોષ ઘટે. (પૃ. ૬૯૬) T સટુરુષો ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે,
લૌકિક આલંબન ન જ કરવાં, જીવ પોતે જાગે તો બધાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરા આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે; પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું; તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય, તો બધાં વિપરીત કારણો મટી જાય; માટે પોતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી; અર્થાતુ જીવ પોતાનો દોષ કાઢતો નથી; અને દોષોનો વાંક કાઢે છે. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી; માટે સૂર્યનો દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યાં છે તેનો ઉપયોગ કરતો નથી તેમ. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો. અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકારઅર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો.
ક્યા પ્રકારે દોષ ઘટે? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યા કરે છે, ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે ! સહુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. (પૃ. ૭૧૦-૧). સન્દુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય.