Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૯૧
દોષ
ભાનમાં આવે છે. , અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ
બન્ને જુદા જુદા છે. (પૃ. ૫૩૯) I હે શિષ્ય! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ
છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. (પૃ. ૫૫૪) | દેહાભિમાન T કોઇ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ
સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. (પૃ. ૩૨૬). E હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને
સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. (પૃ. ૨૭૫). ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ-પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. (પૃ. ૩૦૯). T સંબંધિત શિર્ષક : અભિમાન દૈિન્યત્વ (દીનતા) |
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. (પૃ. ૨૮૯). B રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે
વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. (પૃ. ૩૭૭). દોષ | જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે.
(પૃ. ૩૦૫) D જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ
સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. (પૃ. ૩૦૫) T બાહુબલીજીના દૃષ્ટાંત (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭, પૃ.૬૯) અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું
નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા-નાનાની કલ્પના છે. (પૃ. ૭૨૯). પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા” ઉત્પન્ન ન જ હોય, અથવા