________________
દિહ (ચાલુ)
૨૯૦
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૂછ, મમત્વ, કલહ, વચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરી કરાવી, આત્મતત્ત્વને પમાડે છે. (પૃ. ૬૬૨). T સંબંધિત શિર્ષકો : કાયા, મનુષ્ય, શરીર દેહત્યાગ
જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારમતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. (પૃ. ૩૨૦) અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે;
જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. (પૃ. ૬૦૬). D સંબંધિત શિર્ષક: મૃત્યુ | દહાત્મબુદ્ધિ, I જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી;
આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કંઇ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ,
જમબુદ્ધિ મટે તે કાંઇ છાનું રહે નહીં. (પૃ. ૭૩ર) T સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે
પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. દેહને વિષે રોગ આવ્યું જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાવૃષ્ટિ જાણવા. (પૃ. ૭૩૨) | સંબંધિત શિર્ષક મોહબુદ્ધિ | દેહાધ્યાસ
દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને (શિષ્યને) દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ