________________
દેહ (ચાલુ)
૨૮૮
— જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ?
જે પુરુષોએ વસ્ત્ર જેમ શ૨ી૨થી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઇ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. (પૃ. ૪૬૨)
દેહના સંગે દેહ દુ:ખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યે તો રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો ? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે; સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઇ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો તેની મમતા કરી કરવું શું ? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી. (પૃ. ૭૩૨)
અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. (પૃ. ૫૨૧)
D કોઇ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઇ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો ક્યા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? (પૃ. ૪૫૧)
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? (પૃ. ૬૭૭)
ED દેહ હોય તો ધર્મ થઇ શકે છે. માટે તેવાં સાધનની સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. (પૃ. ૧૮૩)
દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. (પૃ. ૧૭૦) ` જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. (પૃ. ૫૧૨) મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. (પૃ. ૫૧૪)
૫૨મયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઇ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.