________________
૨૮૧
દુઃખક્ષય ઉપાયો
આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુ:ખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો. વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુ:ખ ધનાદિ મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુ:ખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત તો દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવોનું સફળ થાત; પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઇએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, અને બધો શ્રમ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુ:ખ મટે; નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. ધર્મથી દુ:ખ મટે' એમ ધણાખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડયો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. (પૃ. ૫૭૬-૭). દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે
પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. (પૃ. ૮૧૯-૨૦) | સંબંધિત શિર્ષક સુખ દુઃખ દુઃખક્ષય ઉપાય T સર્વ દુઃખથી મુકત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે,
અત્યંત સાચાં છે. (પૃ. ૪૯૨). સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
(પૃ. ૪૫૧) T સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય, સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયનો એક આત્યંતિક
ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડ, જીવ ભવસાગર તરી જાય છે. (પૃ. ૫૮૦)