Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૭૯
દુઃખ (ચાલુ) || વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડયું; પણ ગુરુએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુ:ખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઇએ. (પૃ. ૭૦૭) જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; અને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તો દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. (પૃ. ૭૨૬). સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઇએ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઇએ, પરંતુ ક્યા સાધન વડે? (પૃ. ૪૮૬) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્વે એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (પૃ. ૫૨૬) T સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું
સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. (પૃ. ૮૨૬). D અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છંતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતાં દૃષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. પ્રાણીમાત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુ:ખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે; કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઇએ, એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે :- દુ:ખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ
હોવાથી દુ:ખ મટી શકતું નથી. (પૃ. ૧૮૨-૩) D દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુ:ખની નિવૃત્તિ દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ
અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવે ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. (પૃ. ૩૩૧-૨)